ગરમાળાનું વૃક્ષ છે ગજબની ઔષધી

 ગરમાળાને  સંસ્કૃતમાં વ્યાધિધાત, નૃપ્રદુમ વગેરે, હિન્દીમાં અમલતાસ,

બંગાળીમાં સોનાલૂ

તેમ જ લેટિનમાંcassia fistulaકહેવાય છે.

હિન્દી શબ્દસાગર અનુસાર હિંદી શબ્દ અમલતાસ અમ્લ એટલે કે ખટાશ પરથી બન્યો છે.

                                                         ગરમીમાં ઝુમ્મરની જેમ લટકતાં ફુલોના ગુચ્છા જે ઝાડ પર દેખાય છે અને શિયાળો આવતા-આવતા લાંબી-લાંબી કાળી સીંગો (ફળી) જે વૃક્ષ પર લટકેલી હોય છે તે વૃક્ષ ગરમાળાની સીંગ તરીકે જાણીતું છે. શહેરોમાં રોડના કિનારે મોટાભાગે શણગાર માટે આ વૃક્ષને લગાવવામાં આવે છે. શહેરોમાં બગીચા અને રોડના સૌંદર્યકરણ માટે લગાવવામાં આવતાં આ વૃક્ષના અંગોના ઔષધીય ગુણો વિશે બહુ ઓછા લોકો જાણે છે. તો ચાલો આજે તમને જણાવી દઈએ ગરમાળાના વૃક્ષ અને તેના અંગોના ઔષધિય ગુણો વિશે, ખાસ કરીને આદિવાસી બહુ મોટા પ્રમાણમાં આ વૃક્ષનો ઉપયોગ અનેક ઔષધીઓમાં કરે છે.

 

      ગરમાળાનું વૃક્ષ છે ગજબની ઔષધી

ગરમાળાના પાનને છાશની સાથે મસળીને ત્વચા પર લગાવવામાં આવે તો ત્વચા સંબંધી સમસ્યાઓમાં આરામ મળે છે. દાદ, ખાજ-ખુજલી થવા પર ગરમાળાની ફળીઓના પલ્પ અને મીઠા લીમડાના પાનને સાથે પીસીને આ મિશ્રણને સંક્રમિત ત્વચા પર લગાવવામાં આવે તો બહુ ઝડપથી ફાયદો થાય છે.

અસ્થમા માટે ઉપયોગ

અસ્થમા થવા પર શું કરવું-જો તમને અસ્થમાની સમસ્યા હોય તો ગરમાળાના પાન વાટીને 10 મિલી તેનો રસ પીવામાં આવે તો શ્વાસની તકલીફમાં બહુ ફાયદો થાય છે. આદિવાસીઓ મુજબ દરરોજ દિવસમાં બે વાર લગભગ એક મહિના સુધી આ રસ પીવડાવવામાં આવે તો આ સમસ્યા જડમાંથી દૂર થાય છે.

દસ્તની સમસ્યામાં ઉપયોગી

ડાંગ ગુજરાતના આદિવાસીઓ ગરમાળાની સીંગોને એક કિનારાને તોડીને અંદરથી પોલું કરીને પલ્પને બહાર કાઢે છે. પોલી ફળીને રાતે પાણીમાં પલાળી દેવામાં આવે છે. સવારે આ પાણીને એવા વ્યક્તિને આપવામાં આવે છે જેને સતત દસ્ત થઈ રહ્યા હોય, ખૂબ જ જલ્દીથી ફાયદો થાય છે.

આર્થ્રાઈટિસમાં ઉપયોગી

ગરમાળાની સીંગો અને છાલનું ચૂર્ણને ઉકાળીને પીવાથી આર્થ્રાઈટિસ અને સાંધાના દુખાવામાં આરામ મળે છે. પાતાળકોટમાં આદિવાસી ગરમાળાની છાલ, ગિલોયનું થડ અને અરડૂસીના પાનને સમાન માત્રામાં લઈને ઉકાળો તૈયાર કરે છે અને આર્થ્રાઈટિસના રોગીઓને આપે છે.

 

ડાયાબિટીસમાં ફાયદાકારક

આદિવાસી નિષ્ણાંતો ડાયાબિટીસના રોગીઓને દરરોજ ગરમાળાની સીંગોના પલ્પનું સેવન કરવાની સલાહ આપે છે. દરરોજ સવાર-સાંજ 3 ગ્રામ આના પલ્પનું સેવન નવશેકા પાણી સાથે કરવાથી ડાયાબિટીસમાં ફાયદો થાય છે.

લોહીના વિકારમાં કરો ઉપયોગ

આમળા અને ગરમાળાના પલ્પને સમાન માત્રામાં મિક્ષ કરીને 100 મિલી પાણીમાં ઉકાળી લેવું અને જ્યારે અડધું રહે પછી તેને ગાળી લેવું અને લોહીના વિકારોથી ગ્રસ્ત રોગીઓને આ આપવામાં આવે તો વિકાર ફટાફટ શાંત થાય છે અને આરામ મળે છે.

શરીરમાં બળતરા થવા પર- ગરમાળાના ફળનું પલ્પ, દ્રાક્ષ અને પુનર્નવા (સાટોડી)ને સપ્રમાણમાં (દરેક 6 ગ્રામ) લઈને 250 મિલી પાણીમાં ઉકાળવું અને 20 મિનિટ સુધી ધીમી આંચ પર ઉકાળવા દેવું. ઠંડુ થવા પર રોગીને આપવામાં આવે તો બળતરામાં આરામ મળે છે.

તાવમાં લાભકારી

તાવમાં કઈ રીતે પ્રયોગ કરવો- તાવ આવવા પર ગરમાળાનું 3 ગ્રામની માત્રામાં પલ્પ દિવસમાં 3 વાર એવું 6 દિવસ સતત લેવામાં આવે તો તાવમાં ઝડપથી આરામ મળે છે અને તાવની સાથે થનારા શરીરના દુખાવામાં પણ આરામ મળે છે.

પાતાળકોટના હર્બલ જાણાકારો મોટી હરડેનું ફળ, કટકી (એક છોડ)ના દાણા, ગરમાળાના બીયા અને આમળાના ફળને સપ્રમાણમાં પીસી લેવું અને આ મિશ્રણને પાણીમાં ઉકાળવું. લગભગ 4 ગ્રામ ઉકાળામાં સ્વાદનુસાર મધ મિક્ષ કરીને તેને ચાટી લેવું, આવું કરવાથી ભયંકર તાવ પર જલ્દીથી મટે છે.

કબજિયાતમાં રાહત માટે-

ગરમાળાના તાજા પલ્પને અપચાથી પરેશાન વ્યક્તિને આપવાથી ઝડપી આરામ મળે છે. ગુજરાતમાં આદિવાસી આ પલ્પની સાથે કાચાં જીરાંને મિક્ષ કરે છે જે વધુ અસરકારક હોય છે.