આર્યુવેદની પાસે એવી એવી જડીબુટ્ટીઓ છે, જેનો તમે તમામ બિમારીઓમાં ઉપયોગ કરી શકો છો. તેમાનો જ એક ખાસ પદાર્થ છે, ગુગળ. ગુગળ એક વૃક્ષ છે, જેમાથી નીકળનાર ગુંદરને આપણે ગુગળ કહીએ છીએ.
                                 ગુગળ ઘણાં રોગોમાં લાભકારી સાબિત થાય છે. ગુગળ જોવામાં કાળા અને લાલ રંગનું હોય છે. જેનો સ્વાદ થોડો કડવો હોય છે. ગુગળ ગરમ હોય છે. ગુગળનો પ્રયોગ પેટનો ગેસ, સોજો, દુખાવો, પથરી, મસા, જૂની ખાસી, યૌન શક્તિમાં વધારો, દમ, ઘુંટણનો દુખાવો, ફેફસાનો સોજો જેવા રોગો દૂર કરવા માટે થઇ શકે છે.  
                                  જે ગુગળ ચીકણુ, સોના જેવા કલર વાળુ, પાકા જાંબુના રંગ જેવુ, અથવા તો પીળુ હોય તે ગુગળ અતિ લાભદાયી છે. આવો જાણીએ કે આર્યુવેદ મુજબ આપણે ગુગળના પ્રયોગથી કઇ કઇ બિમારીઓમાંથી રાહત મેળવી શકીએ છીએ.
                       કહેવાય છેકે કોઇ પણ વાતનો અતિરેક સારો નથી હોતો તેવી જ રીતે ગુગળનો અધિક ઉપયોગ કરવાથી તેની આડઅસર પણ થઇ શકે છે.
                           મોટાપો દૂર કરે છે ગુગળના પ્રયોગથી મેટાબોલિઝમમાં વધારો થાય છે. અને મોટાપો દૂર થાય છે. તે સાથે જ પેટમાં થતા ગેસમાંથી છુટકારો મેળવી શકાય છે.            
                થાઇરોઇડથી છુટકારો ગુગળ થાઇરોઇડ ગ્રંથીના કાર્યમાં સુધારો કરે છે. શરીરની ચરબી ઓગાળવામાં પણ મદદરૂપ બને છે.            
                  કોલેસ્ટ્રોલમાં સુધારો ગુગળ કોલેસ્ટ્રોલ અને ટ્રાઇગ્લિસરાઇડ્સને ઓછુ કરે છે. ગુગળ ત્રણ મહિનામાં 30 ટકા કોલેસ્ટ્રોલને ઘટાડી શકે છે.              
                       હ્રદય માટે ફાયદાકારક ગુગળ લોહીમાં પ્લેટલેટ્સને ચીપકવાથી રોકે છે. તથા હ્રદયની બિમારી અને સ્ટ્રોકથી પણ બચાવે છે.            
                        ઘૂંટણના દુખાવામાં લાભકારી ગુગળનો પ્રયોગ ઘૂંટણના દુખાવામાં પણ લાભદાયી છે.            
          હાનિકારક પ્રભાવ
      ગુગળનું અધિક સેવન યકૃત માટે હાનિકારક સાબિત થઇ શકે છે. આ સિવાય ગુગળના અધિક ઉપયોગથી અશક્તિ, નપુસક્તા, બેભાન થઇ જવુ, મોંઢામાં સુઝન અને ઝાડા થઇ જવા જેવી સમસ્યાઓ થઇ શકે છે. 

 

Designed & Developed By

Yogi Art (Designer In All Field)

Jagdish M Raval 

​Government Ayurved Hospital Himatnagar 

 Mob.9427695024 / 7990534470