કડવી નઈના વેલાનો દેખાવ સાધારણ રીતે ટિંડોરા ના વેલા જેવો જ હોય છે. તે ખાસ કરીને ચોમાસે ખેતરોની વાડમાં જોવા મળે છે. તેનું બોટનિકલ નામ કોરોલોકાર્પસ એપીજીયસ (Corallocarpus epigaeus) છે, જે ક્યુકરબીટેસી (Cucurbitaceae) કુળની વનસ્પતિ છે. તેનું સામાન્ય નામ રેડફ્રૂટ ક્રિપર (Redfruit Creeper) છે.

                       વેલાનું પ્રકાંડ લીલા રંગનું, લીસું, ચમકતું અને સાંધા વાળું હોય છે, જે સાંધેથી સહેજ વળેલું અને સાંધા પાસે થોડું જાડું હોય છે. પર્ણ આંતરે અને 3 થી 5 ખુણીયા કે વિભાગવાળા હોય છે. નર અને માદા ફૂલો એકજ પત્રકોણમાંથી નીકળેલા, લીલાશ પડતાં પીળા રંગના હોય છે. ફળ કાચું હોય ત્યારે લીલા રંગનું અને પાકે ત્યારે સિંદુરિયા લાલ રંગનું થઈ જાય છે. તે બંન્ને છેડે સાંકડું અને ટેરવાના ભાગે લાંબી અણી હોય છે. ફળ વચમાં જાડું, લાલ અને તળીયે તેમજ મથાળાની અણી લીલા રંગની હોય છે. ફળમાં 6 થી 10 કાળાશ પડતાં ભુરા રંગના બીજ આવેલા હોય છે

 કડવી નઈના ફળને ગામડાના લોકો સર્પના ઘોલા કે સર્પના ખોસીયા કહે છે.

કોરોલોકાર્પસ (Corallocarpus) ગ્રીક શબ્દ કોરોલીઓન

(Korallion) એટલે કોરલ/પરવાળા અને કારપોઝ

(karpos) એટલે ફળ; જે કોરલના સ્વરૂપમાં ફળોની ગોઠવણી સૂચવે છે.

એપીજીયસ (epigaeus) ગ્રીક શબ્દ

એપી (epi) એટલે ઉપર અને જીઆ (gaea) એટલે પૃથ્વી;

જે જમીનની નજીક અથવા ક્યારેક, જમીન ઉપર વધવાનું કે ઉગવાનું સૂચવે છે.

53.jpg