ચંદન ઔષધીય રૂપે ઉપયોગ..

આજે રોજબરોજના જીવનમાં સુગંધીત વસ્તુઓ પદાર્થો, સૌંદર્યપ્રસાધનોનો ઉપયોગ વધી રહયો છે. આપણી સંસ્કૃતિમાં પવિત્રતાના પ્રમુખ સમુ ચંદનના નૈસર્ગીક પ્રયોગો ભૂલી રહયા છીએ અને તેના જેવી કૃત્રિમ પદાર્થોની સુગંધ તરફ વળી રહયા છીએ. માનવીને નિસર્ગ કુદરત જે તંદુરસ્તી સ્વસ્થતા આપી શકે તે કૃત્રિમ પદાર્થ કયારેય ન આપી શકે તે આપણે સમજવું જોઇએ.
આપણા પ્રાચીનકાળથી જેનો ઇતિહાસ છે તેવા પદાર્થ ચંદન વિશેજાણવું. આપણી દરેકગૃહિણીએ અનિવાર્ય છે. જેમ તુલસીનો છોડ પવિત્ર છે તેમ ચંદનના ઝાડ પવિત્ર છે જો શકય હોય તો પોતાના વરંડામાં ઝાડ રોપવા જોઇએ કે કુંડામાં તેના બોન્સાઇના પ્રયોગો પ્રયોજવા જોઇએ (કોઇપણ ઝાડ  મોટા વૃક્ષનો બોન્સાઇ સ્વરૂપ બનાવી શકાય છે તેનો થોડો અભ્યાસ માંગી લે છે.)
શીતળ,સુગંધીદાર ચંદન જેનું આપણા ભારતીઓમાં એક ખાસ સ્થાન છે, જેનું બોટાનીકલ નામ સનતાલામ લબુમ છે, જેને અંગ્રેજીમાં સેન્ડલવુડ કહેવાય છે. તેનું ઝાડ મધ્યમ કદનું હોય છે. આજકાલ તે ખાસ કરીને ભારત,ચીન તથા ઇન્ડોનેશીયામાં વધારે પ્રમાણમાં થાય છે.
ચંદનનો  ઉલ્લેખ આપણા સંસ્કૃતમાં તથા ચીનના ગ્રંથોમાં પણ જોવા મળે છે ઇતિહાસ પ્રમાણે વૈદિક સમયમાંભગવાનને ચઢાવવામાં તથા ધાર્મિક પ્રસંગોએ સુગંધી માટે તેનો પ્રયોગ થતો હતો. આપણા પુરાણો, ઉપનિષદો, રામાયણ, મહાભારતમાં પણ ચંદનનો ઉલ્લેખ હતો.

વર્ષોથી ચંદન ઔષધીય રૂપે તેમજ સોંદર્ય પ્રસાધન તરીકે ઉપયોગમાં લેવાય છે. પ્રાચીન ભારત અને ચીનમાં આ ઝાડની મીઠી સુગંધના કારણે તેની કિંમત ઘણી ઉંચી રહેતી અને આજે પણ છે. ચંદનના તેલમાં સેન્ટેલો નામનું સુગંધી આપનાર દ્રવ્ય હોય છે. ચંદનનું તેલ ઉત્તેજક અને ચેપનો નાશ કરનાર છે. બીજા તેલ અને અર્ક સાથે સરળતાથી ભળી જવાના ગુણના કારણે સૌંદર્ય પ્રસાધનો બનાવવામાં તેનો બહોળો ઉપયોગ થાય છે.
ચંદનના તેલની ચામડી તથા શ્લેષમ ત્વચા પર સૂંવાળપ લાવનાર સદીઓથી ચંદન અને તેના તેલનો આયુર્વેદમાં ઉપયોગ થાય છે. ચંદનનું તેલ પ્રજનન અને મુત્રમાર્ગની તકલીફોની સારવાર રૂપે પણ વપરાય છે ઝાડા (ડાયેરીયા) માં પણ તે ફાયદાકારક છે.
ચામડીની સુંદરતા માટે વર્ષોથી સ્ત્રીઓ ચંદનનો લેપ (પેસ્ટ) નો ઉપયોગ કરે છે. તેનાથી બહું જલ્દી રૂઝ આવે છે અને તે કુદરતી ચેપનાશક તથા જંતુનાશક છે. અળાઇઓ માટે ચંદનનો લેપ તે બહુ જાણીતો પ્રયોગ છે. તે વધુ પ્રમાણમાં થતો પરસેવો રોકે છે. ચામડી નો સોજો, થાક દૂર કરે છે. તેમાં કુદરતી ઠંડક છે. અને ઉનાળામાં ખાસ ઉપયોગી છે. સાબુ, ટેલ્કમ પાવડર વગેરેમાં પણ ચંદનનો ઉપયોગ થાય છે.
ચંદન ફકત સૌંદર્ય મેળવવા પુરતુ સિમિત નથી તે શુભ પણ ગણાય છે. પરણનાર છોકરીના કપાળ તથા ગાલ પર ચંદનના લેપથી અલગ અલગ ડિઝાઇન પણ કરવામાં આવે છે. (ખાસ કરીને બંગાળમાં) વળી ધાર્મિક વિધિઓમાં પણ ચંદનનું ખાસ મહત્વ છે. પારસીઔ તેમના મંદિરમાં ફ્રિે  માટે ઉપયોગ કરે છે. આપણા દરેક શુભપ્રસંગો તેમજ ધાર્મિક વિધિમાં ચંદનની અગરબત્તી પ્રગટાવાય છે.
ચામડીના રક્ષણ માટે પણ ચંદન ઉત્તમ છે. તેના ચેપનાશક ગુણોને કારણે ચકામા, ડાઘ, ધબ્બા, ખીલ, બ્લેક હેડસ અને ચામડીની બીજી તકલીફો દૂર કરવા ઉપયોગી  છે. ચામડીની કુદરતી ચિકાશને તેજ લાવવા ઉપયોગી છે.
એક ચમચી ચં દન પાવડરમાં એક ચમચી મધ અને અડધી ચમચી હળદર નાંખી બરાબર મિકસ કરી મોં તથા ગરદન પર લગાવી ૨૦ મિનિટ રહેવા દેવું ત્યારબાદ ઠંડા પાણીથી ધોઇ નાંખવું તેનાથીચામડીમાં તાજગી અનુભવાશે.
બે ચમચા ચણાના લોટમાં અડધી ચમચી ગુલાબજળ, લીસ્ટ્રીન ૬ ટીંપાં ૨  ચમચી પાણી તથા એક ચમચી ચંદન પાવડર નાંખી લેપ બનાવી મોં પર લગાવી સુકાવા દો. સૂકાયા બાદ નળનું પાણી મોં પર છાંટીલેપ ભીનો કરવો પછી આંખો બંધ રાખી ભીના ટુવાલ અથવા નેપકીનથી કાઢી નાંખવું અને પછી પાણીથી બરાબર મોં ધોઇ નાંખવું. આ પ્રયોગથી યુવાનો ખીલ મટાડી શકે છે.
ચંદનના લાકડાનો ટુકડો સહેજ ગુલાબજળ અથવા કાકડીનો રસ નાંખી ચોખ્ખા પથ્થર પરઘસી જે પેસ્ટ બને તે મોં પર લગાવવાથી તાજગી અનુભવાશે. તથા ખીલ થવાની શકયતાઓ ઓછી થઇ જશે. વ્ળી તેમાં સૂંવાળપ લાવનાર તત્વ હોવાથી ખંજવાળમાં પણ રાહત આપે છે.
પ્રાચીન યુગથી સ્ત્રીઓ ચંદનનો લેપ ઉલટનમાં ઉપયોગ કરતી આવી છે. પહેલાના જમાનામાં રાણીઓ ચંદન, ગુલાબ, પત્તી વગેરે નાંખી સ્નાન કરતી જેનાથી શરીરમાં તાજગી અને મહેક આવતી આજે પણ ચંદનનું અત્તત તથા વિદેશોમાંપરફ્યુમ માં તેનો ઉપયોગ થાય છે. દુનિયાના ઉત્તમ પરફ્યુમમાં ચંદનનું તેલ વપરાય છે.
શરીરના જે ભાગમાં વધારે પરસેવો થતો હોય ત્યાં ચંદનના પાવડરમાં ગુલાબજળ ઉમેરી લગાડવાથી ફાયદો થાય છે. ચંદનથી ચામડીસુંવાળી બને છે. ચંદનના લેપથી શીરાઓ તૂટતી રોકવા માટે પણ ચંદન અસરકારક છે. અને તેનાથી જે તે અંગના સોજા ઓછા થાય છે.
રકત ચંદન જે ભાગ્યે જ જોવા મળે છે. તેમાંથી સૂર્યકિરણોથી વગેરેથી રક્ષણ મળે છે. શરીરનો જે ભાગ સૂર્યકિરણના સીધા સંપર્કમાં વધુ રહે છે. તેનાથી ચામડીને નુકશાન પણ પહોંચે છે. રકત ચંદન થી (જે ભાગ્યે જ જોવા મળે છે) આમાં રક્ષણ મળે છે. આજકાલ સકસ્ક્રીન લોશનમાં તેનો ઉપયોગ થાય છે.
ઔંસ  ચંદન તેલ ૨ ઔંસ નાળિયેર તેલમાં મિકસ કરી એક બાટલીમાં ભરી લો. આ તેલ રોજ સૂતા પહેલા મોં પર રાત્રે સૂતી વખતે લગાવવાથી પણ ખીલ દૂર થાય છે. ચંદનના લાકડાની સુગંધ શાંતિ આપનાર, ચેન લાવનાર છે. ચંદનના લાકડાથી મનને શાંતિ મળે છે. આથી પહેલાના જમાનામાં મોટા માણસો ચંદન (અત્યારના જેવા નહિ.) પોતાના  પલંગના માથાના ભાગ આગળ ચંદનનું લાકડૂં રાખતાં, લમણા પર ચંદનનો લેપ  કરવાથી માથાના દુઃખાવામાં રાહત રહે છે. અને તાવ ઓછો કરવામાં પણ મદદ કરે છે. ચંદનના લેપમાં તુલસીના પાનનું મિશ્રણ કરી કપાળ પર લગાવવાથી ગરમી તથા માથાના દુઃખાવામાં રાહત મળે છે. અને ઠંડક મળે છે, બેચેની, ડિપ્રેશન, ટેન્શન તથા અનિંદ્રામાં રાહત મેળવવામાં પણ તેનો ઉપયોગ પહેલાં થતો હતો. ઉનાળામાં નાના બાળકોને નિયમિત ચંદનનો લેપ લગાવવાથી સારો ફાયદો થાય છે. આજ ઘેન લાવનાર ચંદન માનવીને દિવસના ભાગમાં સ્ફૂર્તિ અને ચપળતા આપે છે. આથી કેટલાક લોકો પીવાના પાણીના માટલામાં ચંદનનું લાકડું મૂકી રાખત રાખતા હતાં.
ચંદન અને તેના અર્કનો વાળની સંભાળ માટે પણ ઉપયોગ થાય છે. તેનાથી ખોડો, ગળાની ખરાબી, હેડકી, એલર્જી, ઉબકા, ચૂંક વગેરેમાં રાહત થાય છે.
અરોમાથેરાપીમાં ચંદનનો ઉપયોગ ચિંતા મુકત કરવા ઉપયોગી છે.
હોમિયોપેથીમાં ચંદનના તેલમાંથી ઔષધી બને છે. આ ઔષધી પ્રમેહ મટાડવા, જોડે કિડનીનો દુઃખાવો દૂર કરવા, મૂત્રત્યાગમાં વેદના મટાડવા અને કફ મટાડવા ઉપયોગી છે. છાતીમાંથી કફ બહાર કાઢવા અને જીવાણુ નિષ્ક્રિય કરવા માટે પણ ઉપયોગી છે.